દિવસે ને દિવસે ..
… દસેય દીશામાં વિસ્તરતા જતાં રાજકોટ મહાનગરની શૈક્ષણિક પ્રવેશની સમસ્યાઓ યથાશક્તિ આંશિક તીરે હલ કરવાના ઉમદા આશયથી રાજકોટના સુપ્રતિષ્ઠ સજ્જનશ્રી કુંરજીભાઈ ઝીણાભાઈ કોટેચા શેઠ ના સૌજન્યસભર સહયોગથી તથા મહિલા શિક્ષણના હિમાયતી નાગરિકોની વિનંતિ – ભલામણોને માન આપીને ઈ.સ. ૧૯૭૩ નાં શૈક્ષણિક સત્રથી પોતે અગાઉ જેનું સંચાલન કરતા હતા તે શ્રી કે. જે. કોટેચા ગર્લ્સ હાઈસ્કુલ – રાજકોટનું સંચાલન શિક્ષણ ક્ષેત્રના અનુભવી નિવૃત માણસો દ્રારા રચાયેલ ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટને સોંપવામાં આવ્યુ.
કન્યાઓ સવઁતોમુખી..
… વિકાસ સાધી શકે તે ધ્યેયથી ઉદયાચલ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી કન્યા કેળવણીની જ્યોત યથાશક્તિ – મતિ જલતી રાખી છે એનું અમો ગૌરવ અનુભવીએ છીએ.
સરકાર માન્ય
… આ સંસ્થા સરકારે ઠરાવી આપી માન્ય રાખેલ ફી ના મધ્યમ વર્ગને અનુકૂળ આવે તેવા ફી નાં ધોરણથી આ સંસ્થાનું સંચાલન થાય છે. રાજ્યના શિક્ષણ ખાતા દ્રારા લેવાતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર ધો.૧૦(એસ.એસ.સી.) તથા ધો.૧૨(એચ.એચ.સી.) પરીક્ષાઓના પરિણામોમાં ૬૫% થી ૯૫% પરિણામો મેળવી ઉત્તરોત્તર પ્રગતિ સાધી શહેરની અન્ય પ્રથમ પંક્તિની કન્યા શાળાઓની હરોળમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.